Site icon ચક્રવાતNews

વાંકાનેર શિક્ષણ શાખામાં થયેલ ભ્રષ્ટાચાર મુદ્દે ફરી એકવાર તપાસનું નાટક !!!

વાંકાનેર શિક્ષણ શાખામાં તપાસ કરવાના બદલે માટેલ શાળામાં તપાસ કરતી કચ્છના જિલ્લાની ટીમ

વાંકાનેરમાં છેલ્લા બે ત્રણ વર્ષથી શિક્ષણ શાખામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવેલ છે,ગરીબ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ, આરટીઈ મુજબ ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળતી સરકારી રકમ,વિદ્યાલક્ષ્મી બોન્ડની પાકતી મુદતની રકમ નિવૃત્ત શિક્ષકોને મળતી 300 રજાનો રોકડ પગાર,એરિયર્સની રકમ,મૃત શિક્ષકોના વારસદારોને મળતા સિલેક્શન ગ્રેડના એરિયર્સની રકમ,કસ્તુરબા બાલિકા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરતી દિકરીઓને મળતા લાભો ભોજનબીલની રકમના ખોટા બિલો બનાવી રૂપિયા અંગત ખાતામાં જમા કરવા,બેંકના ખોટા ચલણ બનાવવા વગેરે અનેક કારસ્તાનો કરી આશરે ત્રાણું લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે જેની જિલ્લા પંચાયત મોરબીની ટિમ દ્વારા તપાસ કરવામાં આવેલ ત્રણ ચાર મહિના સુધી ચાલેલ તપાસના અંતે બત્રીસ લાખ જેવી રકમના ચલણ ભરાવી રૂપિયા પરત જમા કરાવ્યા અને ત્રણ શિક્ષકો વિરુદ્ધ કહેવા પૂરતી FIR નોંધાવી પરંતુ જેની સહીથી આવડો મોટો ભ્રષ્ટાચાર થયો હોય એ વખતના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો વાળ પણ વાંકો ન થયો

આથી વાંકાનેરના જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરતા વળી કચેરી દ્વારા કચ્છના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને તપાસ સોંપતા તા.13.10.22 ના રોજ ટિમ તપાસ અર્થે આવેલ છે પણ નવાઈની વાત એ છે કે ભ્રષ્ટાચાર શિક્ષણ શાખામાં થયેલ છે અને તપાસ માટેલ શાળામાં કરે છે આ તો ઉંટ જેવા આકારના વાદળાં નીચે ખોવાયેલી વીંટી શોધવા જેવો ઘાટ થયો,વળી જેની વિરુદ્ધ તપાસ થઈ રહી છે એજ લોકો તપાસ ટીમની સાથે છે,જેમના વિરુદ્ધ FIR થયેલ છે એ ત્રણેય શિક્ષકોએ તપાસ કમિટી સમક્ષ હાજર થવાની સ્પષ્ટ ના પાડી દીધી આમ ફરી એકવાર મોટા માથાને બચાવવા તપાસનું નાટક થઈ રહ્યું હોવાનું બહાર આવ્યું છે.

Exit mobile version