Site icon ચક્રવાતNews

હળવદના વેગડવાવ ગામની સરકારી માધ્યમિક શાળાની બે વિદ્યાર્થીનીઓ SSE ( માધ્યમિક શિક્ષણ શીષ્યૃતિ) પરિક્ષામાં મેરીટમા પસંદગી

મોરબી : રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા માધ્યમિક શિક્ષણ શીષ્યૃતિ -૨૦૨૨ પરિક્ષામાં હળવદ તાલુકાની શ્રી RMSA સરકારી માધ્યમિક શાળા વેગડવાવની ધો-૯મા અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓ પુજારા આયુષી તેજસભાઇ અને સુરેલા અસ્મિતા નવઘણભાઈએ સમગ્ર ગુજરાતમાં મોરબી જીલ્લામાં હળવદ તાલુકામાં ચોથા અને છઠ્ઠા ક્રમે મેરીટમા પસંદગી પામી શાળા તેમજ વેગડવાવ ગામનું ગામનું ગૌરવ વધારેલ છે આ તકે શાળાના આચાર્ય રણજીતભાઈ ચાવડા ( વર્ગ -૨) અને શિક્ષકો માધુરીબેન માલવણીયા, કિરીટભાઇ ચૌહાણ અને ભાવેશભાઇ ડાંગર દ્વારા બંને વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ઇનામો દ્વારા અભિનંદન પાઠવી જીવનમાં સફળતાના શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Exit mobile version