Site icon ચક્રવાતNews

હળવદમાં અચાનક મીઠાં નાં કારખાનાની દિવાલ ઘસી પડતાં 12 લોકો નાં મોત

હળવદ જીઆઈડીસીમાં આજે મોટી દુર્ઘટના સર્જાતાં એકાએક મીઠાના કારખાનાની દીવાલ તૂટી પડતા અનેક મજુરો દીવાલ નીચે દટાયા હોવાની આશંકા સાથે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે

અત્યાર સુધી માં દિવાલના કાટમાળ હેઠળ દબાયેલા 12 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યો છે મૃત્યુ આંક હજુ વધશે તેવી આશંકા દર્શાવી રહી છે જાણવા મળતી વધુ વિગતો મુજબ હળવદ જીઆઈડીસીમાં મીઠાના કારખાનાની દીવાલ ઘસી પડતાં દુર્ઘટના સર્જાઈ હતી
જાણવા મળતી વિગતો મુજબ હળવદ જીઆઇડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી ત્યારે બારેક વાગ્યાના અરસામાં અચાનક કારખાનાની દીવાલ ધસી પડતા અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાઈ જતા તાબડતોબ હિટાચી અને જેસીબીની મદદથી શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવાંમાં આવી છે અને અંદાજે સાતેક મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.હજુ પણ અનેક શ્રમિકો મીઠાની બેગ અને દિવાલના કાટમાળ હેઠળ દટાઈ ગયેલા હોય મૃત્યુ આંક ખુબ જ મોટો રહેવાની આશંકા સેવાઈ રહી છે

Exit mobile version