હળવદ નગરપાલિકા સ્થિત સંચાલિત સ્મશાનમાં લાકડાં અને છાણા નો અભાવ
Morbi chakravatnews
હળવદના સ્મશાનમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લાકડા અને છાણાનો અભાવ હોવાથી મૃતદેહને અંતિમ ક્રિયા માટે પાલિકાના કર્મચારીએ કલાકો સુધી રાહ જોવડાવી
આ બાબતે હળવદમાં જાગૃત સામાજિક કાર્યકર અજુભાઈ અને નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન પાલને રજૂઆત કરી જણાવ્યું હતું કે સ્મશાનમાં લાકડાં તો છે પણ વૃદ્ધિ અને અંતિમ ક્રિયા માટે લાકડા કોઈ ઉપયોગમાં આવે એમ નથી અને છાણા પણ નથી તો નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કેમ કરવામાં નથી આવતી ત્યારે સેનેટરી ઇન્સ્પેક્ટર એ સામાજિક કાર્યકર એવા અજુભાઈ ને એવું જણાવ્યું કે નગરપાલિકા ને છાણા મળતા નથી છેલ્લા પંદર દિવસથી હળવદના પાલિકા સ્થિત સ્મશાન ગૃહમાં જ નથી ત્યારે મૃતદેહ ને અંતિમક્રિયા કરવા માટે કલાકો રાહ જોવી પડી રહી છે
રિપોર્ટ – રવી પરીખ હળવદ