હળવદ: 12 સાયન્સ માં મહર્ષિ ગુરુકુલ ની વિદ્યાર્થિની 99.99PR સાથે ગુજરાત માં પ્રથમ
Morbi chakravatnews
ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા 12 સાયન્સ અને ગુજકેટ ના પરિણામ માં મહર્ષિ ગુરુકુલ માં અભ્યાસ કરતી સુતરીયા કૃષીબેન કલ્પેશભાઈ એ 99.99 PR સાથે સમગ્ર રાજ્ય માં પ્રથમ રહી મહર્ષિ ગુરુકુલ નું નામ રોશન કર્યું છે સાથે ગુરુકુલ ના અન્ય 2 ( બે ) વિદ્યાર્થી ડાંગર રૂષભ અને બાપો દરિયા અક્ષ મળી ગુરુકુળના ત્રણ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.તેમજ 49 વિદ્યાર્થીઓએ 90% થી વધારે PR મેળવેલ છે
સાથે આજરોજ GUJCET પરીણામ માં પણ સુતરીયા કૃષિબેન કલ્પેશભાઈ 120 નથી 115 માર્કસ મેળવી મહર્ષિ ગુરુકુલ અને તેના પરીવાર ની ખુશી બેવડી કરેલ છે આ તકે સંસ્થા ના મેનેજિંગ ડાયરેક્ટર રજનીભાઇ સંઘાણી એ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા