આઇટી ના દરોડાનો આજ ત્રીજો દિવસ, કરોડોના દાગીના, રોકડ તેમજ મોટી રકમના દસ્તાવેજો જપ્ત.
Morbi chakravatnews
મોરબીના ક્યુટોન સિરામિક ગ્રુપ પર છેલ્લા આઇટી દ્વારા દરોડા પડવામાં આવ્યા છે. ક્યુટોન સિરામિક ના પાંચ યુનિટ તેમજ અલગ અલગ ૨૫ જેટલી જગ્યા આઇટી ના અધિકારીઓ દ્વારા રેઇડ કરવામાં આવી છે. ત્યારે ગ્રુપના ભાગીદારો અને માલિકોના ઘર પર પણ રેઇડ કરવામાં આવી છે.
રેઇડ દરમિયાન ૧ કરોડ રોકડા તેમજ ૨ કરોડ જેટલી કિંમતના દાગીના મળ્યા હોવાનું સામે આવ્યું છે.તો બીજી તરફ આઇટી દ્વારા ક્યુટોન ગ્રુપના ૧૨ જેટલા લોકર સીલ કરવામાં આવ્યા છે.ત્યારે મળતી માહિતી મુજબ આઇટીને મોટી રકમના વહેવારો થયાના દસ્તાવેજો પણ હાથ લાગ્યા છે.