Site icon ચક્રવાતNews

આગામી શુક્રવાર તા.૨૩ ના રોજ મોરબી જલારામ મંદિર ખાતે સમસ્ત લોહાણા સમાજ ની અગત્ય ની બેઠક યોજાશે.

શ્રી રામધામ-જાલીડા મુકામે યોજાનાર રઘુવંશી સમાજ ના ગૌરવ સમા એકમાત્ર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ના સન્માન સમારોહ તથા વિજયોત્સવ ના અનુસંધાન મા મોરબી લોહાણા સમાજ ની બેઠક.

શ્રી રામધામ ના અગ્રણીઓની ઉપસ્થિતી માં બેઠક યોજાશે.

સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા રઘુવંશી સમાજ ના સાવજ એવા જીતુભાઈ સોમાણી વાંકાનેર-કુવાડવા ૬૭ વિધાનસભા બેઠક પર જંગી બહુમતી થી વિજયી થયા છે ત્યારે સમસ્ત લોહાણા સમાજ માં આનંદ ની લાગણી વ્યાપી છે. ગુજરાત વિધાનસભા ની ૧૮૨ બેઠક માંથી એકમાત્ર રઘુવંશી ઉમેદવાર તરીકે ચુંટાઈ જીતુભાઈ સોમાણીએ સમસ્ત લોહાણા સમાજ ને ગૌરવ અપાવ્યુ છે. તેથી આગામી તા. ૧-૧-૨૦૨૩ રવિવાર ના રોજ જાલીડા મુકામે સમસ્ત રઘુવંશી સમાજ ના એકતા ના પ્રતિક સમા નિર્માણાધીન પવિત્ર શ્રી રામધામ મુકામે સમગ્ર ગુજરાત ના લોહાણા સમાજ દ્વારા જીતુભાઈ સોમાણી નો સન્માન સમારોહ તેમજ વિજયોત્સવ નુ આયોજન કરવા માં આવેલ છે. જે અંતર્ગત આગામી શુક્રવાર તા.૨૩-૧૨-૨૦૨૨ ના રોજ રાત્રે ૯ કલાકે મોરબી જલારામ મંદિર ખાતે લોહાણા સમાજ ની અગત્ય ની બેઠક નુ આયોજન કરવા માં આવેલ છે. સમસ્ત લોહાણા સમાજ-મોરબી ની આ બેઠક માં શ્રી રામધામ ના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. સમસ્ત લોહાણા સમાજ-મોરબી ના અગ્રણીઓને આ બેઠક મા ઉપસ્થિત રહેવા તેમજ તા.૧-૧-૨૦૨૩ ના રોજ શ્રી રામધામ મુકામે યોજાનાર ઐતિહાસિક વિજયોત્સવ માં સહભાગી થવા ભાવભર્યુ નિમંત્રણ શ્રી રામધામ ના અગ્રણીઓ દ્વારા પાઠવવા માં આવ્યુ છે.

Exit mobile version