ઉમિયા ગરબી મંડળ દ્વારા ધરમપુર ગામે નવા પ્લોટ વિસ્તારમાં આવેલા ગરબી ચોક ખાતે આજે તારીખ ૧૯ નવેમ્બર ને શનિવારના રોજ રાત્રે ૯ કલાકે મહાપરાક્રમી અને વિદ્યપ્રેમી રાજા મુંજની ગાથા દર્શાવતું પૃથ્વીવલ્લભ યાને અવંતીનો ઈન્દ્ર નાટક અને પેટ પકડીને હસાવતુ ભીખુડાનું ઘરઘેણું કોમિક નાટક ભજવવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.