Site icon ચક્રવાતNews

એક્સેસીબીલીટી ઓબ્ઝર્વર જેનું દેવન એ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે PWD અને વરિષ્ઠ નાગરિકો માટેની વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજી

ચૂંટણીમાં કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ કે સિનિયર સિટીઝન્સ મતદાનથી વંચિત ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું.

મોરબી: ગત ૧૭મી નવેમ્બરના રોજ મોરબી જિલ્લામાં એક્સેસીબીલીટી ઓબ્ઝર્વર જેનું દેવન એ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ચૂંટણી સાથે સંબંધિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં એક્સેસીબીલીટી ઓબ્ઝર્વરએ જિલ્લામાં દિવ્યાંગો માટે કરવામાં આવેલી તથા આગામી સમયમાં ઉભી કરવાની થતી સુવિધાઓના આયોજનની સરાહના કરી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા. ઉપરાંત ચૂંટણીમાં કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ કે સિનિયર સિટીઝન્સ મતદાનથી વંચિત ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવા અંગે સુચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, PWD નોડલ અધિકારી અને ઇન્ચાર્જ સમાજ કલ્યાણ અધિકારી વૈશાલીબેન જોશી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક બાદ એક્સેસીબીલીટી ઓબ્ઝર્વરએ જિલ્લામાં ૬૭-વાંકાનેર વિધાનસભામાં આવતા મતદાન મથકો તથા બુથની મુલાકાત લીધી હતી.. તેમણે દરેક મતદાન મથકો પર આગામી ચૂંટણીના સમયે દિવ્યાંગો માટે અને ૮૦ વર્ષની ઉંમરથી ઉપરના સિનિયર સિટીઝન્સ માટે કરવામાં આવનારી રેમ્પ, વ્હીલચેર તેમજ વાહનોની વ્યવસ્થાની ચકાસણી કરી હતી. જે મુલાકાત દરમિયાન મુખ્ય ચુંટણી અધિકારી અને પ્રાંત અધિકારી વાંકાનેર, મામલતદાર વાંકાનેર અને PWD નોડલ અધિકારી મોરબી તેમની સાથે જોડાયા હતા.

Exit mobile version