Site icon ચક્રવાતNews

એનસીડી કાર્યક્રમ અંતર્ગત ટંકારા પોલીસ સ્ટેશનમાં પોલીસ પરિવાર માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

ટંકારા: એનસીડી કાર્યક્રમ અંતર્ગત ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ પરિવાર માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ટંકારા પોલીસ સ્ટેશનનાં સ્ટાફ અને તેમના પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની તપાસ કરવામા આવી હતી.

ઉલ્લેખનીય છે કે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ પરિવાર માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં ટંકારા પોલીસ સ્ટેશનનાં સ્ટાફ અને તેમના પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી જેમા બ્લડપ્રેસર, ડાયાબીટીસ, એનિમિયા જેવી બીમારીની તપાસ કરી નિદાન કરવામાં આવ્યું હતુ. તેમજ આ કેમ્પમા ટંકારા આરોગ્ય વિભાગના ડો. વિશાલ તેરૈયા, ડો. ચીત્રાંગીની પટેલ, તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેષભાઈ પટેલ, તાલુકા હેલ્થ વિઝીટર ભાવનાબેન પટેલ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેસડાના સુપરવાઈઝર ઉમેશભાઈ ગોસાઇ, ફિમેલ હેલ્થ વર્કર ખાભલાબેન, એમ પી એચ ડબલ્યુ હાર્દીકભાઇ ફાગલિયા સહિતની ટીમે કેમ્પમાં સેવા આપી હતી. આ કેમ્પને સફળ બનાવવા ટંકારા પોલીસ સ્ટેશનની ટીમે ભારે જેહમત ઉઠાવી હતી.

Exit mobile version