Site icon ચક્રવાતNews

ખનીજ ચોરી અટકાવવા પાનેલી ગામ નાં સરપંચે કરી નાયબ કલેકટર શ્રી ને રજુઆત

મોરબી પંથકમાં ખનીન માફીયાઓ દ્વારા ખનીજ ચોરી ની અવારનવાર ફરીયાદો સાભળવા મળતી હોય છે પણ જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરતાં ખનન માફીયાઓ નેં મોકળું મેદાન મળી રહે છે ત્યારે આવી જ એક ખનીજ ચોરી ની ફરીયાદ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ તાલુકાના પાનેલી ગામમાં ખનીજચોરી થતી રોકવા માટે ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ દ્વારા નાયબ કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

જે રજુઆતમાં જણાવ્યું છે કે પાનેલી ગામના સર્વે નંબર ૧૪૦ પૈકીની જે જમીન ગામ તળ હેઠળની હોય સર્વે નંબરમાંથી રાત્રીન સમયે અજાણ્યા ઈસમો દ્વારા જેસીબીથી ગેરકાયદેસર રેતી ખનન કરીને રેતી ચોરી કરવામાં આવે છે જેથી પાનેલીના સરપંચ દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે અને પાનેલી ગામમાં ચાલતી ખનીજચોરી અટકાવવા માંગ કરી છે તેમજ ગામના રહેવાસીઓને ગામતળનો પ્લોટ મળી રહે તેવી માંગ કરી છે.

Exit mobile version