Site icon ચક્રવાતNews

ગુજરાત ક્વિઝ મહાઅભિયાનમાં કુંતાસી ગામની પ્રાથમિક શાળા એ મેદાન માર્યું

મોરબી : ગુજરાત શિક્ષણ વિભાગ ગુજરાત સરકારના સહયોગથી ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે ક્વિઝ મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુંતાસીનાં 4 વિદ્યાર્થીઓ ટોપ ટેનમાં આવ્યા છે.જેમનું શિક્ષણમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવશે.

ગુજરાત શિક્ષણ વિભાગ ગુજરાત સરકારના સહયોગથી એડયુટર એપ દ્વારા ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે ગત તા.1 મે થી 10 મે સુધી ગુજરાત દિવસ ક્વિઝ મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે.તેમાં કુંતાસી ગામની પ્રાથમિક શાળાના બે અને હાઈસ્કૂલના બે એમ એકજ ગામના ચાર વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ઠ દેખાવ કરી સમગ્ર ગુજરાતના ટોપ ટેનમાં સ્થાન મેળવી ગામ અને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.જેમાં પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કુંડારીયા જાનવીએ બીજો ક્રમ, કુંડારીયા એકતાએ આઠમો ક્રમ અને હાઈસ્કૂલની વિદ્યાર્થીની સોઢીયા પૂજાએ સાતમો ક્રમ અને બસીયા વીણાએ નવમો ક્રમ મેળવ્યો છે.સમગ્ર ગુજરાતમાં બીજો ક્રમ મેળવેલ કુંડારીયા જાનવીનું શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘણીના હસ્તે સન્માન થશે.આ ક્વિઝમાં ગુજરાતની સંસ્કૃતિ,કલા-સાહિત્ય,વારસો,ઇતિહાસ,ભૂગોળ અને સ્થાપત્ય આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

સમગ્ર અભિયાન અંતર્ગત આ ક્વિઝ અભિયાનમાં કુંતાસીનાં કુલ ચોવીસ બાળકોએ ભાગ લીધો અને શાળા સમય બાદ પણ શાળાએ આવી ખૂબ મહેનત કરી હતી.આ દરમિયાન શાળાના શિક્ષક બેચરભાઈ ગોધાણીએ તમામ બાળકોને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

Exit mobile version