ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી તરીકે મનોજ પનારા ની નીમણુંકી કરવામાં આવી
Morbi chakravatnews
તાજેતરમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના હોદેદારોની નિમણુક કરવામાં આવી છે. જેમાં પાટીદાર અનામત આંદોલનના તેજ તરાર યુવા આગેવાન એવા મોરબીના મનોજભાઈ જીવરાજભાઈ પનારાની વરણી પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી તરીકે કરવામાં આવી છે. ત્યારે તેઓને કોંગ્રેસના અગ્રણીઓ અને સાથી મિત્રો સહિત હોદેદારોએ અભિનંદન પાઠવ્યા છે.