ગુજરાત માટે ગૌરવની વાત 20થી વધુ આઈપીએસ નોમીનેટ થવા જઈ રહ્યા છે
Morbi chakravatnews
રાજ્યના ઈતિહાસમાં એક ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે. જેમાં એક સાથે 20થી વધુ અધિકારીઓ IPS માટે નોમિનેટ થવા જઈ રહ્યા છે.
ગુજરાત રાજ્યમાંથી IPS સર્વિસ જોઈન કરનારી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એક સમય એવો હતો કે કોઈ ગુજરાતી વ્યક્તિ ભાગ્યેજ IPSમાં પસંદગી પામતા હતા. પણ હવે સમયાંતરે સમય પણ બદલાયો છે. હવે આ પોસ્ટમાં ગુજરાતીઓની સંખ્યામાં વધારો થયો છે.મીડીયાના અહેવાલ મુજબ વર્ષ 2011ની બેચમાં DySpની પોસ્ટ પર ભરતી થયેલા 25 અધિકારીઓની IPS નોમિનેશનની ક્લિયરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ છે, હવે આવનારા સમયમાં 20થી વધુ ગુજરાતી અધિકારીઓ રાજ્યમાં IPSની પોસ્ટ પર ફરજ બજાવશે. આ પહેલા ગુજરાત કેડરના ચાર IPS અધિકારી સજ્જન સિંહ વી પરમાર, અશોક મુનિયા, મયૂર ચાવડા અને ઉષા રાડાને IPS કેડર ફાળવવામાં આવી હતી