Site icon ચક્રવાતNews

ગોરખીજડીયા ગામ ના સરપંચ દ્વારા રોડ પર પેચવર્ક કરવા બાબતે આવેદન આપવામાં આવ્યુ

વાવડીના ગામના પાટીયા થી નારણકા સુધી ડામર પટી રોડ પેચવર્ક કરવા બાબતે કાર્યપાલ ઇજનેર ને આવેદન  આપવામાં આવ્યું

મોરબી તાલુકાના વાવડી ના પાટીયા થી ખીજડીયા વનાળીયા નારણકા સુધી ડામર રોડ છે તે વાવડી ના પાટીયા થી વનાળીયા સુધીની ડામર પટ્ટી રોડ ગેરંટી પીરીયડમાં હોય તો કોન્ટ્રાક્ટર પાસેથી તાત્કાલિક રીપેરીંગ કરાવવામાં આવે તેમજ વનાળીયા થી માનસર,નારણકા સુધી રોડને પેચવર્ક કરવામાં આવે તેમજ મચ્છુ-3 ની પાઈપ લાઈન જે રોડ ક્રોસ કરે છે તે પણ રિપેરીંગ કરવામાં આવે તેવી માંગણી ગોર-ખીજડીયાનાં સરપંચ ગૌતમ મોરડીયા દ્વારા કરવામાં આવી છી તેમજ વધુમાં આ રોડ પર મોટા મસમોટા ખાડા પડી ગયા હોય અવાર-નવાર મોટરસાયકલ સવારો પડી જવાના બનાવો બનતા હોય છે આ રોડ પર રોજ બરોજ ધંધાર્થે કેટલાક યુવાનો મોરબી ખાતે જતા હોય ત્યારે ભવિષ્યમાં કોઇ મોટી અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી સત્વરે આ રોડ રીપેરીંગ કરવો ખૂબ જરૂરી હોય તે માટે આ રોડ હું સત્વરે રીપેરીંગ કરવાની માંગ કરાઇ છે

Exit mobile version