Site icon ચક્રવાતNews

ચોરીના ગુનામાં છેલ્લા નવ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પોલીસ

મોરબી જિલ્લા માં હાલ નાસતા ફરતા આરોપી પકડવાની ડ્રાઇવ ચાલુ હોય જે થી પોલીસ અધીક્ષક શ્રી સુબોધ ઓડેદરા મોરબી ના ઓ એ નાસતા ફરતા આરોપીઓ પકડવા સૂચના આપેલ હોય જે અનુસંધાને મદદનીશ પોલીસ અધીક્ષક શ્રી અતુલ બંસલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપી પકડવા પ્રયત્નશીલ હતા

આ દરમ્યાન આજ રોજ પો.કોન્સ્ટેબલ બિપીનભાઈ મંગળભાઈ પરમાર તથા પો. કોન્સ ગંભીરસિંહ વાઘજીભાઇ ચૌહાણ ના ઓને બાતમી મળેલ કે હળવદ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નંબર ૩૭૩/૨૦૨૧ ઈ .પી.કો ૪૫૪.૪૫૭.૩૮૦ મુજબ ના ગુનાના કામ નો આરોપી મહેશભાઈ રાજુભાઈ ધધાણીયા જાતે – દેવીપૂજક ઉ- ૧૯ રહે: રૂચિ તાલુકો – શંખેશ્વર જી:પાટણ વાળો હાલે જીન પ્લોટ કાચા છાપરા રેલ્વે સ્ટેશન ની સામે હળવદ આવેલ હોવાની બાતમી આધારે આજ રોજ હળવદ ખાતે થી પકડી પાડી હસ્તગત કરી આગળ કાર્યવાહી હાથ ધરેલ છે કામગીરી કરનાર અધિકારી /કર્મચારી આર .બી. ટાપરિયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પે.એમ એન બાલસરા .બિપીનભાઈ મંગળભાઈ પરમાર .ગંભીરસિંહ વાઘજીભાઇ ચૌહાણ .ભાવેશભાઈ હરિભાઈ ડાંગર . દિપક સિંહ દશરથસિંહ સહિત આરોપી ને પકડી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી
રિપોર્ટ – રવી પરીખ હળવદ

Exit mobile version