Site icon ચક્રવાતNews

જુનાગઢ એસઆપી સેન્ટરના બ્રિજેશભાઈ લાવડીયાને મોતના ખપ્પરમાં ધકેલનાર કોણ ?

મૂળ માળિયા તાલુકાના મેઘપર ગામના વતની અને હાલ જુનાગઢ P.T.Cમાં SRP જવાન તરીકે ફરજ બજાવતા બ્રિજેશ ગોવિંદભાઈ લાવડીયાએ આપઘાત કરી લીધો હોય જે આપઘાતના બનાવમાં પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. મૃતકને ઢોર માર મારવામાં આવ્યો હોય અને મરવા માટે મજબુર કરવામાં આવ્યા હોવાના આક્ષેપો પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યા છે.

બ્રિજેશભાઈ લાવડીયાના પરિવારજનોના મતે બ્રિજેશભાઈના મૃતદેહના પોસ્ટમોર્ટમ સમયે તેમના શરી૨ ઉ૫૨ અનેક નિશાન જોવા મળ્યા હતા.તેમ છતા જૂનાગઢ SP આ મામલે તપાસમાં વિલંબ કરે છે.આ ઘટનાને લઈ સમગ્ર આહિર સમાજમાં રોષની લાગણી હાલ જોવા મળી છે. આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે અને આરોપીને ઝડપી તેમની વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી દોષીતોને સજા આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે

જેને પગલે મોરબીમાં આહીર સમાજ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજાશે. મોરબી જીલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટની ઓફીસ, હરી ચેમ્બર, શિવમ પેટ્રોલીયમની બાજુમાં મોરબી-માળીયા નેશનલ હાઇવે ખાતે આજે 28-03-2023ના રોજ સાંજે 03:30થી 05:00 વાગ્યા દરમિયાન યોજાનાર આ પરિષદમાં બ્રિજેશભાઈને ન્યાય આપવા માટેની રજૂઆત કરવામાં આવશે.

Exit mobile version