Site icon ચક્રવાતNews

જૂના ઘાટીલા ઉમિયા પરિવાર સોશીયલ ગ્રુપ દ્વારા 21મો સ્નેહ મિલન કાર્યક્ર્મ યોજાયો 

મોરબી: જૂના ઘાટીલા ઉમિયા પરિવાર સોશીયલ ગ્રુપ દ્વારા 21માં સ્નેહ મિલનના કાર્યક્ર્મનું આયોજન મોરબી ઉજવલ પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરેલ હતું . જેમાં મુખ્ય મહેમાન તરીકે જૂના ઘાટીલા ગામના સરપંચ હેતલબેન ઉમેશભાઈ જાકાસણિયા , પ્રખર પ્રવક્તા મનસુખ ભાઈ સુવગીયા , ગામના નિવૃત સરકારી પદાધિકારીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા . જૂના ઘાટીલા ગામના મોરબી રહેતા તમામ સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા . મનસુખ સુવાગિયાએ તેમની પ્રખર સેલીમાં પ્રવચન પણ આપ્યું હતું. તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને નિવૃત અધિકારીઓનું પણ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે રાસ ગરબા અને જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Exit mobile version