Site icon ચક્રવાતNews

ટંકારામાં હિંદુ સમાજ દ્વારા રામ નવમીની ભવ્ય ઉજવણી કરાઈ

ટંકારા: ટંકારામાં હિન્દુ સમાજ દ્વારા રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જે ટંકારાના મુખ્ય માર્ગો પર ફરી હતી.

આજે રામનવમીના પાવન પર્વે ટંકારામાં દેરીનાકા રોડ, મેઇન બજાર, દેરાસર રોડ, ત્રણ હાટડી શેરી, લોવાસ, ગાયત્રીનગર, સહીત તમામ બજારો શેરીઓ કેસરી ધજાપતાકા તથા કમાનોથી શણગારવામાં આવ્યા હતા દયાનંદ ચોકમાં રોશની કમાનો તથા વિશાળ બેનરો દ્વારા શણગાર કરવામાં આવ્યો હતો અને ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જે નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી આ શોભાયાત્રામાં ધ્રુવનગર રાજવી પરિવારના આનંદ રાજા, ટંકારા તાલુકાના સરપંચ, આગેવાનો, ઉપદેશક, તેમજ સમસ્ત હિંદુ સમાજના લોકો કેસરી સાફો અને કેસરી ધજા સાથે શોભાયાત્રામાં જોડાયા હતા ટંકારાના વેપારીઓએ સ્વૈચ્છિક પોતાના વેપાર દુકાનો બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા. તેમજ આ શોભાયાત્રાનું ઠેર ઠેર ઠંડા પીણા, દૂધ કોલ્ડ ડ્રિંક્સ, છાસથી સ્વાગત કરાયેલ.ત્રણ હાટડી શેરીમાં રહેવાસીઓએ શોભાયાત્રાના રૂટમાં રંગોળીઓ બનાવી તથા અગાસીમાંથી બહેનો દ્વારા ગુલાબની ફૂલના પાંદડીઓ વરસાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને દયાનંદ ચોકમાં યુવાનોએ, બહેનોએ રાસ લીધો હતો. શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને દહીં તથા પંજરીની પ્રસાદી વિતરણ કરાઈ હતી.

Exit mobile version