Site icon ચક્રવાતNews

ટ્રક ચોરીના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના ટ્રક ચોરીના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને બી ડિવિઝન પોલીસે અમદાવાદથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચનાથી બી ડિવિઝન પોલીસની ટીમ ફરાર આરોપીને શોધી કાઢવા કાર્યરત હોય તે દરમિયાન સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.આર.ખટાણા તથા કોન્સ્ટેબલ પ્રદીપસિંહ ઝાલાએ ટીમ બનાવી ટેકનીકલ તથા હ્યુમન સોર્સીંગના આધારે ટ્રક ચોરીના ગુન્હામાં ચાર વર્ષથી નાસતા ફરતા અજય ઓમપ્રકાશ યાદવનું લોકેશન મેળવી અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો હતો.

આ કામગીરી કોન્સ્ટેબલ ભરતભાઇ આપાભાઇ, બ્રીજેશભાઇ બોરીચા, કિર્તિસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ રાંકજા, ચન્દ્રસિંહ પઢીયાર, રમેશભાઇ મિયાત્રા વગેરે દ્વારા કરવામાં આવી હતી.

Exit mobile version