Site icon ચક્રવાતNews

ધુનડા પાસે નવા બનતા રોડનાં કોન્ટ્રાકટ દ્વારા ગેરકાયદે ખનન અનેક રજૂઆત પણ ઉકેલ ક્યારે !

લોકજાગૃતિ મંચના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિજયભાઈ કુંભરવાડીયા દ્વારા મુખ્યમંત્રીને તેમજ ખાણખનીજ વિભાગ અને કલેકટર ને પણ રજૂઆત કરવામાં આવી છે પણ હજુ સુધી નક્કર પગલાં નથી લેવામાં આવ્યા

ટંકારાથી ઘુનડા ગામને જોડતો રસ્તો બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તે દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર ત્યાં માટીનું ખનન કરવામાં આવી રહ્યું છે તેમ છતાં પણ જવાબદાર અધિકારી દ્વારા કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલા લેવામાં આવી રહ્યા નથી જેથી લોક જાગૃતિ મંચ દ્વારા આ મુદ્દે ગત તારીખ 10-05-2022 ના રોજ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે

લોકજાગૃતિ મંચના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિજયભાઈ કુંભરવાડીયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ટંકારાથી ઘુનડા ગામને જોડતો રસ્તો બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં બેદરકારી રાખવામાં આવી રહી છે અને નબળી કક્ષાનો રોડ બનાવવામાં આવી રહયો છે આટલું જ નહી ધુનડા ગામ પાસે આવેલ રાતીધાર વિસ્તારમાંથી માટીનું ખન્ન કોઈ પણ પ્રકારની મંજૂર વગર કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને રોડની બન્ને સાઈડમાં તે માટી નાખવામાં આવી રહી છે આ અંગે સરપંચ સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી

ત્યારે સરપંચે જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની મંજૂરી માટીનું ખોદકામ કરવા માટે આપવામાં આવી નથી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અને નબળી કક્ષાનું કામ કરવામાં આવી રહ્યું છે તો પણ સ્થાનિક અધિકારી આ કામગીરી સામે આંખ આડા કાન કરી રહ્યા હોય ખાણ ખનીજ વિભાગના અધિકારી તેમજ જવાબદાર બાંધકામ વિભાગના અધિકારીઓની સામે અને બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી માંગણી સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે જોકે આગામી દિવસોમાં સરકાર દ્વારા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની સામે પગલાં લેવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે.

Exit mobile version