Site icon ચક્રવાતNews

નીલકંઠ વિદ્યાલય માં ધો -10 બોર્ડ ની પરીક્ષા આપતા 450 વિદ્યાર્થીઓનું ભારતીય સંસ્કૃતિ પ્રણાલી મુજબ કુમકુમ તિલક કરી,મીઠાઈ ખવડાવીને સફળતા માટે શુભેચ્છા આપવામાં આવી…

આજથી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે.કોરોના મહામારી બાદ 2 વર્ષ પછી બોર્ડ ની પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે રવાપર રોડ ની નીલકંઠ વિદ્યાલય માં આજરોજ દરેક વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને મીઠાઈ ખવડાવીને ઉમદા સ્વાગત કરવામાં આવ્યું હતું.

દરેક વિદ્યાર્થીઓને પોતાના સીટ નંબર આસાનીથી મળી જાય અને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની તકેદારી લેવામાં આવી હતી.

આ તકે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી સોલંકી સાહેબ,નીલકંઠ વિદ્યાલય ના મૅનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ વડસોલા અને નવનીતભાઈ કાસુન્દ્રા તેમજ સ્થળ સંચાલક નવીનભાઈ ઝાલરિયા વગેરે સભ્યો હાજર રહીને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માં ઉત્કૃષ્ટ સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અને માર્ગદર્શન આપ્યું હતું.

Exit mobile version