પાટીદાર શિક્ષક સમાજ -મોરબીના કન્વીનરોની બેઠક યોજવામાં આવી હતી
Morbi chakravatnews
છેલ્લા પાંચ વર્ષથી” હું” નહીં પણ “આપણે” ના સૂત્રને સાર્થક કરી સામાજિક ઉત્થાન માટે કાર્યશીલ એવા મોરબી પાટીદાર સમાજના પ્રાથમિક શિક્ષકોની સંસ્થા એટલે કે પાટીદાર શિક્ષક સમાજ – મોરબીના પે સેન્ટર કન્વીનરશ્રીઓની બેઠક 4 એપ્રિલના રોજ રવાપર તાલુકા શાળા ખાતે મળી.આ બેઠકમાં વર્ષ 2023 ની સભાસદ ફી તેમજ આ વર્ષે આયોજિત કરવાના પ્રોજેક્ટો અને પ્રકલ્પો બાબતે ચર્ચા વિચારણા અને આયોજન હાથ ધરવામાં આવ્યું
આ બેઠકમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – મોરબીના અધ્યક્ષ દિનેશભાઈ ડી.વડસોલા તેમજ મહામંત્રી કિરણભાઈ કાચરોલા ખાસ ઉપસ્થિત રહ્યા અને પ્રેરણા પ્રોત્સાહન પૂરા પાડ્યા.સંદીપ આદ્રોજા દ્વારા પાટીદાર શિક્ષક સમાજની જનરલ કાર્યવાહી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું.રવાપર તાલુકા શાળાના આચાર્ય હિરેનભાઈ ધોરીયાણી તેમજ શિક્ષક મુકેશભાઈ બરાસરા દ્વારા આ બેઠક માટે જરૂરી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી.આગામી સમયમાં પાટીદાર શિક્ષક સમાજ – મોરબીના તમામ સભાસદ શિક્ષકોની જનરલ બેઠક મળશે.