Site icon ચક્રવાતNews

ભગવદ્ભક્તિ અને લોકસેવાનો વિરલ સમન્વય એવા પ્રમુખસ્વામી મહારાજના ચરણે અંજલિ અર્પતાં મહાનુભાવો

મોરબી: આજે મહોત્સવના તૃતીય દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં રાજકીય, સામાજિક અને ઓદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શનાર્થે પધાર્યા હતા. આજે સાંજની વિશેષ સભા પરાભક્તિ’માં સૌ સમ્મિલિત થયા હતા.

ક્ષણેક્ષણ પરમાત્મામય થઈને રહેતા પ્રમુખસ્વામી મહારાજ બેજોડ પરાભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ હતા. પ્રમુખસ્વામી મહારાજની તમામ પ્રવૃત્તિ આધ્યાત્મિકની પર્યાય હતી. તદ્દન અનાસક્ત હોવા છતાં, પ્રેમભાવે લોકસેવાના સઘળાં કાર્યોનો શ્રેય ભગવાનને ચરણે ધરતા રહ્યા. ભગવાનમાં શ્રદ્ધા અને ભક્તિ એ જ એમનું ઉર્જાકેન્દ્ર હતું. વિરાટ સેવાકાર્યો અને લોકકલ્યાણની ગંજાવર પ્રવૃત્તિઓમાં પ્રમુખસ્વામી મહારાજને પરમાત્માનું નિરંતર અનુસંધાન રહેતું.

પારાયણ પૂજન વિધિ અને ભગવાનના નામ-સ્મરણ-ધૂન, કીર્તન સાથે કાર્યક્રમનો શુભારંભ સાંજે ૫.૦૦ વાગ્યે કરવામાં આવ્યો હતો. પ્રમુખસ્વામી મહારાજની નિરંતર ભગવાનમય સ્થિતિનું દર્શન BAPS સંસ્થાના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ કરાવ્યું હતું. પરાભક્તિના વિરલ ધારક’ વિષય પર વિદ્વાન અને વાચસ્પતિ પૂ. પ્રભુચરણ સ્વામીએ પ્રવચન કર્યું.

આજના સંધ્યા સભાના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો ત્રિદંડી ચિન્તા શ્રીમન્નારાયણ રામાનુજ જિયર સ્વામી, ઇન્ટેગ્રેટેડ વેદિક એકેડેમી (JIRA) સંસ્થાપક: જિયર, અનંત ગોએન્કા, એક્ઝીક્યુટીવ ડીરેકટર, ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય મંત્રી, સુધીર નાણાવટી, પ્રમુખ, ગુજરાત લો સોસાયટી યુનિવર્સિટી સુરેશ શેલત, પૂર્વ એડવોકેટ જનરલ, (ગુજરાત સરકાર, ડૉ જે રામેશ્વર રાવ, ફાઉન્ડર ચેરમેન – મી હોમ ગ્રુપ (TV 9 ).

Exit mobile version