Site icon ચક્રવાતNews

ભ્રષ્ટાચાર થી ખદબદતી હળવદ પાલિકા ખુદ અધિકારીને વિકાસ કાર્યમાં રસ નહી હોવાનો સદસ્યો નો આક્ષેપ

વોર્ડ નં. સાત ના સદસ્યએ આપેલું ચીફ ઓફિસર ને આવેદનપત્ર સાત દિવસ માં નિરાકરણ નહી તો આંદોલન ની ચીમકી આપી

પચાસ હઝાર ની વસ્તી ધરાવતા હળવદ શહેર ની પાલિકા ભાજપ શાસિત છે વિકાસ ની લાખો રૂપિયા ની ગ્રાન્ટ આવવા છતાં શહેર ના વિવિધ વિસ્તારો આજે રામ ભરોસે છે ત્યારે વોર્ડ સાત માં પીવાના પાણી સહિત તમામ પાયા ની સુવિધાઓ નો અભાવે આજ વિસ્તાર ના ચૂંટાયેલા સદસ્યએ પાલિકા ના ચીફ ઓફિસર ને આવેદનપત્ર પાઠવી આ વિસ્તાર ના પ્રશ્ન નું સત્વરે નિરાકરણ લાવવા રજુઆત કરી છે અન્યથા સાત દિવસ માં નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
હળવદ પાલિકા માં પાછલા ચાર મહિના થી નવા બદલી થઈ આવેલા ચીફ ઓફિસર શહેર ની વિવિધ સમસ્યાઓ ઉકેલવા સાવ નિષ્ફળ ગયા હોય તેમ અવાર નવાર વિવિધ વોર્ડ ના લોકો જુદી જુદી સમસ્યાઓ લઈ ને આવે છે તેમ છતાં પણ સમસ્યાઓ નું કોઈ નિરાકરણ થતું નથી આવા ટાણે શહેર ના વોર્ડ સાત ના ચૂંટાયેલા સદસ્ય દેવાભાઈ ભરવાડે પોતાના મત વિસ્તાર માં પીવાના પાણી સહિત તમામ પાયા ની સુવિધા નો અભાવ હોવાનું જણાવ્યું છે ઉપરાંત આ વિસ્તાર માં પાછલા ઘણા સમય થી સ્ટ્રીટ લાઈટો પણ બંધ પડી છે ઠેર ઠેર ગંદકી ના થર જમ્યા છે ત્યારે આ વિસ્તાર ના ચાર હઝાર રહીશો નું આરોગ્ય જોખમાય છે માટે સત્વરે આ વિસ્તારમાં ની સમસ્યા નું નિરાકરણ સત્વરે લાવવા અંત માં જણાવ્યું હતું જો દિવસ સાત ના આ વિસ્તાર ની તમામ સમસ્યાઓ નું નિરાકરણ નહી થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે
રવી પરીખ હળવદ

Exit mobile version