માળિયા તાલુકાના અટકેલા કામો પુર્ણ કરવા ડીડીઓ ને રજૂઆત કરતાં અજય લોરીયા
Morbi chakravatnews
માળીયા(મી.)ના સરપંચો,તાલુકાના પ્રમુખે મોરબી જીલ્લાના બાંધકામ સમિતિના અધિકારી સાથે માળીયા(મી.)માં અધૂરા કામો પુરા કરાવવા ચર્ચા કરી હતી.
આ તકે માળીયા તાલુકાના પ્રમુખ મણિલાલ સરડવા,જિલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઇ હુંબલ તેમજ અન્ય આગેવાનો સાથે રહીને અજય લોરીયા દ્વારા ડીડીઓ ને રજૂઆત કરી વહેલામાં વહેલી તકે અટકેલા કામો પુર્ણ કરવામાં આવે તેમજ જે કામો ચાલુ છે તેની સારી ગુણવત્તા જળવાઈ રહે તેવી અંતમાં ટકોર પણ કરી હતી.