Site icon ચક્રવાતNews

માળીયાના ખાખરેચી નજીક કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જતા માસૂમ બાળકનું મોત

માળીયા : માળીયા તાલુકાના ખાખરેચી ગામ નજીક આવેલ સિરામિકના કારખાનામાં મજૂરી કામ કરીને પેટીયું રળતા આદિવાસી પરિવારનો ત્રણ વર્ષીય માસૂમ બાળક મશીનના બેલ્ટમાં આવી જતાં કમકમાટીભર્યું મોત નીપજેયું હતું.

આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર માળીયા તાલુકાના ખરેડી ગામે સીમ વિસ્તારમાં આવેલા કૃષ્ણ સિરામિક યુનિટમાં મજૂરીકામ કરતા આદિવાસી પરિવારનો શિવા રાજનભાઈ વલુંડા નામનો ત્રણ વર્ષીય બાળક ગત તા. 16 ના રોજ મોડી રાત્રીના કારખાનામાં માટીખાતામાં પોતાની માતા નજીક રમતો હતો તે દરમિયાન તેની માતા કચરો નાખવા બહાર ગઈ હતી ત્યારે નજીકમાં રહેલ ચાલુ મશીનમાં આવી જતાં બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

Exit mobile version