માળીયાના મેઘપર ગામે ઘરની દિવાલ ઉપર પડતા આધેડનું મૃત્યુ
Morbi chakravatnews
માળીયા (મી): માળીયા (મી) તાલુકાના મેઘપર ગામે ઘરની દિવાલ ઉપર પડતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમ્યાન આધેડનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના મેઘપર ગામે રહેતા જેસંગભાઈ ટપુભાઈ ડાંગર (ઉ.વ.૬૨) ઉપર ગત તા.૧૮-૧૧-૨૦૨૨ ના રોજ સવારના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરની દિવાલ પડતાં શરીરે ગંભીર ઈજા થતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી સીવીલ હોસ્પિટલમાં લાવતા સારવારમાં હોય જે ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.