Site icon ચક્રવાતNews

મોરબીના કેશર બાગ નજીક ઈંગ્લીશ દારૂની 12 બોટલ સાથે એક ઝડપાયો, એક ફરાર

મોરબી: મોરબી કેસરબાગ નજીક ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલ સાથે એક ઈસમને એલસીબી ટીમે ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી કેસરબાગ નજીક આરોપી કિશનભાઇ ઉર્ફે કાનો અશોકભાઇ પાટડીયા (ઉ.વ.૨૪) મુળ રહે. રાજકોટ બાપુનગર મેઈન રોડ, જીલ્લા ગાર્ડન ચોક ક્વાર્ટર નં -૯૧ હાલ રહે. વાવડી રોડ, સુમીતનાથ સોસાયટીમાં તા.મોરબી વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર – GJ-36-K-0295 વાળામા ગેરકાયદેસર રીતે રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૨ કિ.રૂ. ૨૪૦૦૦ તથા મોટરસાયકલ નંબર -GJ-36-K-0295 વાળાની કિં રૂ. ૨૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૧ કિં રૂ. ૫૦૦૦ મળી કુલ કિં રૂ. ૪૯,૦૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી એલસીબીએ ઝડપી પાડયો છે. જયારે અન્ય એક ઈસમ સાજીદ ઉર્ફે સાજલો મહેમુબભાઈ સુમરા રહે. જોન્શનગર મોરબી વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધાવ્યો હતો.

Exit mobile version