મોરબીના ઝીકીયારી ગામે દરવાજામાં ફસાયેલ બીલાડીને બહાર કઢાઈ
Morbi chakravatnews
મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અનેક પશુ-પક્ષીઓના રેસ્ક્યુ કરી નવજીવન આપવામાં આવે છે. ત્યારે ગત રાત્રે બિલાડીના બચાવી કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યોએ નવજીવન બક્ષ્યું હતું.
મોરબીના જીકીયારી ગામે જુના દરવાજામાં રાત્રે ૧૧ કલાકે એક બિલાડીનું મોઢું ફસાઈ ગયું હતું. જે અંગેની જાણ કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યોને થતાં તેઓ તાત્કાલિક દોડી ગયા હતા. બિલાડી કલાકો સુધી ફસાઈ જવાના કારણે ગળાના ભાગમાં ઇજાઓ પહોંચી હતી. જેથી ગ્રુપના સભ્યોએ ધ્યાન પૂર્વક બિલાડીને દરવાજાની જાળમાંથી બહાર કાઢી મુક્ત કરી હતી. ત્યારે મોરબીમાં ક્યાંય પણ પશુ-પક્ષીઓ ફસાયા હોય તો તાત્કાલિક કર્તવ્ય જીવદયા કેન્દ્રના મો.7574885747 પર સંર્પક કરવા ગ્રુપના સભ્યોએ અનુરોધ કર્યો છે.