ટંકારાના ધારાસભ્ય લલીતભાઈ કગથરાના પુત્ર વિશાલભાઈ કગથરાનું અકસ્માતે અકાળે અવસાન થયું હોય જેની સ્મૃતિમાં તા. ૧૮ ને બુધવારના રોજ પાનેલી ગામે નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
સ્વ. વિશાલભાઈ કગથરાની પુણ્યતિથી નિમિતે તા. ૧૮ ને બુધવારે સવારે ૦૮ : ૩૦ થી સાંજે ૫ કલાક સુધી પાનેલી ગામની પ્રાથમિક શાળામાં વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે જે કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે તપાસીને વિનામૂલ્યે દવા પણ આપવામાં આવશે
જે સર્વરોગ નિદાન કેમ્પનો પાનેલી ગામ અને આસપાસના ગ્રામજનોએ લાભ લેવા જણાવ્યું હે તેમજ પાનેલી ગામના લોકો માટે સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે