Site icon ચક્રવાતNews

મોરબીના પીક્ષલ ડિઝાઇન સ્ટુડિયોમા ટાઇલ્સ ડિઝાઇનિંગ શીખીને ડિઝાઇનિંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કારકીર્દી બનાવવાની તક

સિરામિક ઉદ્યોગોમા હાલ ટાઇલ્સ ડિઝાઈનરની ખૂબ જ ડિમાન્ડ : અહીં અનુભવી ફેકલ્ટી દ્વારા 100% પ્રેક્ટિકલ નોલેજ અપાશે

(પ્રમોશનલ આર્ટિકલ)મોરબી : સિરામિક ક્ષેત્રે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છતા યુવાનો માટે પીક્ષલ ડિઝાઇન સ્ટુડિયો તક લઈને આવ્યું છે. અહીં સિરામિક ક્ષેત્રે જેની ખૂબ ડિમાન્ડ રહેલી છે તે ટાઇલ્સ ડિઝાઇનિંગનો કોર્સ ખૂબ જ સરળતાથી શીખવવામા આવે છે. અહીંની અનુભવી ફેકલ્ટી દ્વારા 100 ટકા પ્રેક્ટિકલ નોલેજ પણ આપવામાં આવે છે.

મોરબીના મહેન્દ્રનગર રોડ ખાતે ગેંડા સર્કલ પાસે કુળદેવી પાન સામે આર્યા કોમ્પલેક્ષમા બીજા માળે આવેલ પીક્ષલ ડિઝાઇન સ્ટુડિયોમાં ટાઇલ્સ ડિઝાઇનિંગનો ખાસ કોર્ષ થાય છે. જે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, ધો. 10 અને 12મા નાપાસ થયેલા વિદ્યાર્થીઓ તેમજ સિરામિક ઉદ્યોગમાં અન્ય કામ કરતા માણસો માટે ખૂબ ફાયદાકારક કોર્ષ છે. આ કોર્ષ કરીને શ્રેષ્ઠ કારકીર્દી ઘડી શકાય છે. હાલમાં સિરામિક ઉદ્યોગોમાં આ કોર્ષની ડિમાન્ડ ખૂબ સારી છે. આ કોર્ષ કરનાર વિદ્યાર્થીઓને મહિને રૂ. 8 હજારથી લઈને 60 હજાર સુધીનો પગાર મળી શકે છે. આ કોર્ષ બાદ પાર્ટ ટાઈમ જોબ પણ થઈ શકે છે. આ કોર્ષ કર્યા બાદ ઘરે બેસીને ડિઝાઇન બનાવીને પણ સિરામિકમા વેચી શકાય છે.

પીક્ષલ ડિઝાઇન સ્ટુડિયોમાં વોલ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, વિટ્રીફાઇડ ટાઇલ્સ, પાર્કિંગ ટાઇલ્સ, કિચન કન્સેપટ, 3ડી ઇફેક્ટવાળી ડિઝાઇન, વેકટર ગ્રાફિક્સવાળી ડિઝાઇન, એલિવેશન ટાઇલ્સના કન્સેપટ તેમજ ટાઇલ્સને લગતું અન્ય ઘણું બધું શીખવવામાં આવશે. 4 કલર, 5 કલર 6 કલર ચેનલ વાઇઝ કલર મૅચિંગ પણ શીખવવામાં આવશે. ઓરીજનલ માર્બલ, ઓરીજનલ પંચ તેમજ ઓરીજનલ પ્રોફાઈલ પર શીખવવામાં આવશે. અહીંથી ડિઝાઇન બનાવીને માર્કેટમાં આપવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓને 100 ટકા પ્રેક્ટિકલ શીખવા મળશે. આ સાથે અહી અનુભવી ફેકલ્ટી છે. જે વિદ્યાર્થીઓને ખૂબ સરળતાથી તમામ નોલેજ આપશે.

હાલ વિદ્યાર્થીઓ કારકિર્દી બનાવવા માટે ખૂબ ચિંતિત હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ માટે પીક્ષલ ડિઝાઇનિંગ સ્ટુડિયોની મદદથી સિરામિક ક્ષેત્રે શ્રેષ્ઠ કારકિર્દી બનાવવાની તક મળશે. અત્યારે એડમિશન પ્રક્રિયા શરૂ છે. તો આજે જ પીક્ષલ ડિઝાઇન સ્ટુડિયોની અવશ્ય મુલાકાત લ્યો. વધુ વિગત માટે મોબાઈલ નંબર – 9429132448 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Exit mobile version