મોરબીના મકનસર ખાતે 26 ડિસેમ્બરથી રામદેવ રામાયણનો પ્રારંભ
Morbi chakravatnews
મોરબી: મોરબી તાલુકાના મકનસર ગામમાં સીતારામનગર ખાતે આગામી તા. ૨૬ ડીસેમ્બરથી તા. ૦૧ જાન્યુઆરી સુધી શ્રી રામદેવ રામાયણનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
મોરબી તાલુકાના મકનસર ગામે સીતારામનગર ખાતે યોજાનાર શ્રી રામદેવ રામાયણમાં વક્તા શ્રી બાળ વિદુષી રતનબેન (રત્નેશ્વરીબેન) (ગુરુશ્રી ભાવેશ્વરી માં) રામધન આશ્રમ મોરબી કથાનું રસપાન કરાવશે કથામાં આવતા પાવનકારી પ્રસંગો જેવા કે શ્રી કૃષ્ણ પ્રાગટ્ય નંદ મહોત્સવ, શ્રી રામદેવજી મહારાજ પ્રાગટ્ય, શ્રી ભૈરવ ઉદ્ધાર, શ્રી રામદેવજી મહારાજનો વિવાહ, શ્રી પાટનો મહિમા ગત ગંગાના ભક્તોની કથા, શ્રી રામદેવજી મહારાજની સમાધી અને કથા વિરામ સહિતના પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવશે. તેમજ તા. ૨૬ થી કથા પ્રારંભ થશે અને દરરોજ બપોરે ૦૧ : ૩૦ થી સાંજે ૬ સુધી કથા શ્રવણનો લાભ લઇ શકાશે કથાનો વિરામ તા. ૦૧ જાન્યુઆરીના રોજ કરવામાં આવશે જે શ્રી રામદેવ રામાયણ કથાનો લાભ લેવા કથાના યજમાન લાલાભાઈ મારાજ (અલ્પેશભાઈ અનંતરાય દેવમુરારી)એ નિમંત્રણ પાઠવ્યું છે.