Site icon ચક્રવાતNews

મોરબીના મહેન્દ્રનગર ગામે હડકાયા કુતરા એ ૧૦ થી વધુ લોકોને બચકા ભર્યા

મોરબીના મહેન્દ્રનગર ગામ ખાતે એક હડકાયા કૂતરાએ આંતક મચાવતા એક ડઝનથી વધુ લોકોને બચકા ભરતા આવાં લોકોને ફરજિયાત સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવી પડી છે


મહેન્દ્રનગર ગામ ખાતે રહેતા અલ્પેશભાઈ ઓડીયા એ જણાવ્યું હતું કે મહેન્દ્રનગર પાસે આવેલ પ્રભુ કૃપા સોસાયટી માં એક હડકાયા કૂતરાએ રીતસર આંતક મચાવતા દસ થી વધુ લોકોને બચકાં ભરી લેતા આવા લોકો સિવિલ હોસ્પિટલ ખાતે હડકવાની રસી લેવાની ફરજ પડી હતી હજુ પણ હડકાયા કુતરાનો આંતક યથાવત હોવાનું જાણવા મળ્યું છે ત્યારે જવાબદાર તંત્ર પાસે આવાં હડકાયા કૂતરા ને કાબૂમાં લેવા કે પકડવા માટે કોઈ સર સાધન ન હોય લોકો મા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.

Exit mobile version