મોરબીના લાયન્સનગરનો મેઈન રોડ અધુરો છે તે પુરો કરવા માંગ કરાઈ
Morbi chakravatnews
મોરબી: મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગરનો મેઇન રોડ અધુરો છે તે પુરો કરવા નગરપાલિકાના ચીફ ઓફિસરને સામાજિક કાર્યકર દ્વારા લેખીત રજૂઆત કરવામાં આવી છે.
મોરબીમાં શનાળા બાયપાસ પાસે આવેલ વોર્ડ નં -૧૧મા લાયન્સનગર ગોકુલનગર મેઈન રોડ અધુરો છોડી દેવામાં આવેલ છે જે ઝડપથી પુરો કરવા પ્રજાની માંગ છે. હમાણા રોડ જ્યાં બાકી હતો ત્યાં પુરો કરેલ છે. ત્યારે જે રોડ લાયન્સનગર તરફ જતા અધુરો મુકી દેવામાં આવેલ છે જેથી કરીને આ રોડ ઉપર મોટા મોટા વાહનો ચાલી શકતા નથી રોડ વચ્ચે છાપરા વાડી દુકાનો હોય ત્યારે મોટા વાહનોને ચલાવવામાં તકલીફ પડે છે. તેમજ સ્ટ્રીટ લાઈટ અને કચરાની ગાડીની જરૂર હોય જેથી વહેલી તકે આ યોગ્ય કરવા પ્રજાવતી સામાજિક કાર્યકર દ્વારા મોરબી નાગરપાલીકા ચિફ ઓફીસરને લેખીતમાં રજૂઆત કરી.