Site icon ચક્રવાતNews

મોરબીના વાંકાનેરમાં થશે હિન્દી ફિલ્મ ગેસ લાઈટનું શુટીંગ

મોરબી : ગેસ લાઈટનું શૂટિંગ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે બોલીવુડની અભિનેત્રી સારાઅલી ખાન અને ચિત્રાંગદાસિંહ સહિતના જાણીતા કલાકારોનું મોરબીમાં આગમન થયું છે. આ ફિલ્મના શૂટિંગ માટે આગામી દિવસોમાં અભિનેતા અક્ષય કુમાર પણ મોરબી  આવે તેવી શક્યતાઓ છે.

આ અગાઉ પણ વાંકાનેરનાં રાજવી પેલેસ, ઓએ-સિસ પેલેસ, જૂની વાડી અને દરબાર ગઢ પેલેસ સહિત મોરબી અને વાંકાનેર પંથકમાં બૉલીવુડની ઘણી ફિલ્મોના શૂટિંગ થઈ ચૂક્યા છે. ત્યારે ફરી એકવાર બૉલીવુડના કલાકારો મોરબીના આંગણે શૂટિંગ શરૂ કરવાના હોવાથી ફિલ્મ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Exit mobile version