મોરબીના શિક્ષક પરિવારના પુત્ર જીપીએસસી પાસ થઈ મેડિકલ ઓફિસર બન્યા
Morbi chakravatnews
મોરબીની ભૂમિમાં વ્યાપારક્ષેત્રે, ઔદ્યોગિકક્ષેત્રે, શિક્ષણક્ષેત્રે આમ દરેક ક્ષેત્રમાં બુદ્ધિધન ખુબજ જોવા મળી રહ્યું છે, અને પોતપોતાના ક્ષેત્રમાં કંઈક ને કંઈક અવનવું કરીને મોરબીના માનવી મોરબીની માટીની મહેંક ચારેબાજુ ફેલાવતા જોવા મળે છે ત્યારે મોરબી માટે ગૌરવરૂપ એવા મિલન વડાવીયાએ જીપીએસસીની પરીક્ષા પાસ કરી મેડિકલ ઓફિસર તરીકે પસંદગી પામીને મોરબીની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે,
અત્રે ઉલ્લેખનીય છે કે એમના પિતા પ્રેમજીભાઈ વડાવીયા પ્રાથમિક શિક્ષક છે અને ચકમપર ગામના વતની એવા શિક્ષક પુત્ર મિલન વડાવીયાએ ચકમપર ગામનું અને મોરબી પંથકનું ગૌરવ વધારવા બદલ ચોમેરથી શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવી રહ્યા છે.