મોરબીના શોખડા ગામના પાટીયા નજીક બાલાજી હોટલમાંથી ઈંગ્લીશ દારૂની 48 બોટલ સાથે એક ઝડપાયો
Morbi chakravatnews
મોરબી: મોરબી-માળિયા હાઈવે ઉપર શોખડા ગામના પાટીયાની સામે બાલજી (પિતૃકૃપા હોટલ)હોટલમાંથી ઈંગ્લીશ દારૂની ૪૮ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી-માળીયા હાઈવે શોખડા ગામના પાટીયાની સામે આરોપી મુકેશ હનુમાનરામ બેરડ (ઉ.વ.૨૬.) રહે. સોખડા ગામના પાટીયા સામે બાલાજી હોટલમાં. તા. મોરબી મુળ રહેવાસી રાજસ્થાન વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળી બાલાજી હોટલ (પીતૃકૃપા હોટલ) માં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ – ૪૮ કિં રૂ. ૩૧૭૮૫ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.