મોરબીમાં ચીટર પેઢીની માયાજાળમાં અનેક વેપારીઓ ફસાયા
Morbi chakravatnews
મોરબી:સુરતના ચીટરોએ મોરબીમાં વેપારી પેઢી ખોલી 30થી વધુ વેપારીઓને લાખોનો ચૂનો ચોપડી ફરાર થઈ ગયા હતા.
ોમોરબીના અલગ અલગ વેપારીઓ પાસેથી માલ સમાન ખરીદી કરી તેમને ચેક આપ્યા હતા. આ ચેકો બાઉન્સ થતાં વેપારીએ તપાસ હાથ ધરતા ચિટરો પેઢીને તાળું મારી રફુ ચક્કર થઈ ગયા હતા.
આ બાબતે વેપારીઓએ તાલુકા પોલીસ સ્ટેશનને લેખીતમાં અરજી આપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું કહેવાય છે આ ચીટર ટોળકી એ અન્ય વધુ વેપારીઓને પણ લપેટામાં લીધા છે અને છેતરપિંડીની રકમ કરોડોમાં થઈ હોવાનું મનાઈ રહ્યું છે.
મોરબીના જેતપર રોડ પર વિનાયક ટ્રેડિંગ નામની પેઢી ઊભી કરી સુરતના અશોક પટેલ અને કરણ રાઠોડ નામના શખ્સોએ વિવિધ વેપારીઓ પાસેથી માલની ખરીદી શરૂ કરી હતી પેઢીનું જીએસટી નંબર કરણ રાઠોડના નામનું હતું બંને ઠગ લોકોએ હાર્ડવેર સિમેન્ટ પ્રોડક્ટસ મસાલા બેટરી ઇલેક્ટ્રોનિક્સ વજન કાંટા સહિતની અનેક વસ્તુઓ અલગ અલગ વેપારીઓ પાસેથી લાખો રૂપિયાની ખરીદી કરી હતી અને બદલામાં દરેક વેપારીઓને ચેક આપ્યા હતા બાદમાં વેપારીઓએ પેમેન્ટ માટે આ ઠગોને ફોન કરતા ફોન બંધ આવતા પેઢીની દુકાને પહોંચ્યા હતા ત્યાં ઠગ લોકો પેઢીને તાળા મારી રફુ ચક્કર થઈ ગયા હતા માલ આપેલ વેપારીઓને પોતે છેતરાયાનો અહેસાસ થયો હતો દરમિયાન આપેલા ચેકો પણ ધડાધડ બાઉન્સ થતા વેપારીઓ મૂંઝાયા હતા છેતરપિંડીનો ભોગ બનનારા 30થી વધુ વેપારીએ મોરબીના તાલુકા પોલીસ દફતરે છેતરપિંડી થઈ હોવા અંગે એક લેખિત અરજી આપી છે
કહેવાય રહ્યું છે કે અન્ય વેપારીઓ પણ આ ઠગ લોકોના લપેટમાં આવી ગયા છે જેની રકમ પણ કરોડોમાં થવા જાય છે તાલુકા પોલીસ અરજી અનુસંધાને તપાસ કરી એફઆઇઆર નોંધી વેપારીઓની ડૂબેલી રકમ પરત અપાવશે કે રાબેતા મુજબ અરજી મુજબ કાર્યવાહી કરી માત્ર આત્મસંતોષ માની લેશે એ આવનારા દિવસોમાં ખબર પડી રહેશે