Site icon ચક્રવાતNews

મોરબીમાં દુકાનમાંથી ઈંગ્લીશ દારૂની 120 બોટલો સાથે બે ઝડપાયાં; એક ફરાર

મોરબી: મોરબી -૨ ગુરુકૃપા હોટલ સામે સર્વીસ રોડ ઉપર જોગ ગુરુદેવ હોટલની પાછળના ભાગે આવેલ દુકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૨૦ બોટલો સાથે બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી -૨ ગુરુકૃપા હોટલ સામે સર્વીસ રોડ ઉપર જોગ ગુરુદેવ હોટલની પાછળના ભાગે આવેલ આરોપી સુરેશભાઈ ભુપતભાઇ રાઠોડ (ઉ.વ.૩૫) રહે. મોરબી ભાગ્ય લક્ષ્મી સોસાયટી સરકારી સ્કૂલ પાછળ મોરબી, તથા અર્જુનસિંહ દીલુભા ઝાલા (ઉ.વ.૩૦) મોરબી -૨ મહારાણાપ્રતાપ સોસાયટી કોમ્યુનિટી હોલની બાજુમાં તા. જી. મોરબી વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળી દુકાનમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૨૦ કિં રૂ.૭૨,૦૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક ઈસમ કાનભા મનુભા પરમાર રહે. પાળીયાદ તા.જી. બોટાદ વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. તેમજ ત્રણે આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version