Site icon ચક્રવાતNews

મોરબીમાં મચ્છીપીઠ નજીક તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી: મોરબીના જૂના બસ સ્ટેન્ડ પાછળ મચ્છીપીઠ નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના જૂના બસ સ્ટેન્ડ પાછળ મચ્છીપીઠ નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી નિઝામભાઇ સલીમભાઇ મોવર, ભુપેન્દ્રસિંહ ખોડુભા પરમાર, કાંતીલાલ ઉર્ફે મિથુન દેવરાજભાઇ ડાભી રહે બધા મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧૨,૭૦૦ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version