Site icon ચક્રવાતNews

મોરબીમાં રાસંગપરનું પ્રખ્યાત રામામંડળ રમાશે

મોરબીના રવાપર-ઘુનડા પર આવેલ શક્તિ ટાઉનશીપ સામે સાહેબ પેલેસ ખાતે રાસંગપરનું પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સાહેબ પેલેસમાં રહેતા મનજીભાઈ હરજીભાઈ આદ્રોજા, મયુરભાઈ આદ્રોજા, તેમજ આદ્રોજા પરિવાર દ્વારા આગામી તા.૧૬-૦૩-૨૦૨૨ને બુધવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે રાસંગપર રામામંડળના કલાકારો દ્વારા સંગીતમય પ્રસ્તુતિ કરી રામદેવપીરના જીવન ચરિત્ર રજુ કરવામાં આવશે. રામામંડળ નિહાળવા સૌ ધર્મપ્રેમી જાહેર જનતાને આયોજક મનજીભાઈ આદ્રોજા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Exit mobile version