મોરબીમાં લક્કી ગ્રુપ દ્વારા ચકલીઘરનું નિશુલ્ક વિતરણ કરાશે
Morbi chakravatnews
લુપ્ત થતી ચકલીની પ્રજાતિને બચાવવા માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ કાર્યરત છે ત્યારે મોરબીમાં લક્કી ગ્રુપ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિતે નિશુલ્ક ચકલીઘરનું વિતરણ કરવામાં આવશે
મોરબીના લક્કી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ ચકલી દિવસ નિમિતે તા ૨૦ માર્ચના રોજ સવારે ૯ થી ૧૨ કલાક સુધી મહારાણા પ્રતાપ સર્કલ, સામાકાંઠે મોરબી ખાતે વિનામુલીયે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવશે જે સેવાકાર્યને સફળ બનાવવા લક્કી ગ્રુપના મોહિતભાઈ ઘોડાસરા, ગજેન્દ્રભાઈ રાઠોડ, જયપાલ જાદવ સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે