Site icon ચક્રવાતNews

મોરબીમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાને ફસાવનારા ત્રણ નરાધમો જેલ હવાલે

મોરબીના પોશ વિસ્તારમાં રહેતા એક સુખી પરિવારની સગીરાને ફેક આઇડી બનાવી સોશ્યલ મીડિયાના માધ્યમથી ફસાવી દુષ્કર્મ આચરનાર ત્રિપુટીનાં આજ રોજ રીમાન્ડ પુરા થતા જેલ હવાલે કરવામાં આવેલ વધુ વિગતો મુજબ
સગીરા ને બ્લેકમેઇલ કરી સર્વસ્વ લુંટી લેનાર નરાધમો એટલે થી નહીં અટકી સગીરા ના આપત્તિજનક ફોટા અને વિડિયો બનાવી બ્લેકમેલ કરી રૂપિયા પણ પડાવતાં હોય જે ગુનામાં પોલીસે ત્રણેય આરોપીને ઝડપી લઈને તા. ૧૩ સુધીના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ આજે પૂર્ણ થતા આરોપીને કોર્ટમાં રજુ કરીને જેલહવાલે કરવામાં આવ્યા છે
મોરબીના પોશ વિસ્તારમાં રહેતા સુખી સંપન્ન પરિવારની સગીર વયની દીકરીને ફસાવી ત્રણ ઇસમોએ દુષ્કર્મ આચર્યું હતું તેમજ ફોટો વિડીયો બનાવી સગીરાને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવ્યા અંગેનો ગુનો નોંધાયો હતો જે બનાવ મામલે પોલીસે આરોપી મિત ચંદુભાઈ શીરોહિયા અને આર્યન શબ્બીર સોલંકી એમ બે આરોપીને ઝડપી લીધા બાદ ત્રીજો આરોપી હર્ષ કાંતિભાઈ સાણંદીયાને પણ ઝડપી લીધો હતો જે ત્રણેય આરોપીના તા. ૧૩ સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા અને આજે રિમાન્ડ પૂર્ણ થતા ત્રણેય આરોપીને જેલહવાલે કર્યા છે

Exit mobile version