Site icon ચક્રવાતNews

મોરબીમાં હોળી ઠેંકતી વખતે હોળીમાં પડી જતા ગંભીર રીતે દાઝી ગયેલ યુવાનોનું મોત

મોરબીમાં હોળીના દિવસે રોહીદાસપરા માં મિત્રો સાથે હોળી ઠેંકતી વખતે પાણીમાં પડી જતા ગંભીર રીતે દાઝી ગયેલ યુવાનનું મોત નિપજતા પરિવારમાં શોક છવાયો

વિશાલ ઉર્ફે લલિત દલપત ભાઈ ચૌહાણ(ઉ.વ.૨૫) હોળીની રાત્રે નવ વાગ્યે ઘર નજીક હોળી પ્રગટી હોય દર્શન કર્યા બાદ મિત્રો સાથે હોળી ઠેકવા ની રમત માં જોડાયો હતો આ વખતે લલિત નું ધ્યાન ભંગ થઈ જતા તે સળગતી હોળી ઓળંગી નહોતો શક્યો અને વચ્ચોવચ પડ્યો હતો ત્યાં બીજા લોકો હાજર હોય તેને માંડ માંડ કરી બહાર કાઢ્યો હતો અને મોરબી હોસ્પિટલમાં ખસેડાયો હતો વધુ દાઝી ગયું હોય રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન ગત રાત્રે દમ તોડી દેતા પરિવારમાં શોક છવાઈ ગયો છે

Exit mobile version