મોરબી ખોખરા હનુમાનજી મંદિર ખાતે ભાવવંદના કાર્યક્રમ યોજાયો
Morbi chakravatnews
યોજાયેલી રામકથા માં યોગદાન આપનાર પત્રકારમિત્રો, તેમજ તમામ કાર્યકરોને સન્માનિત કરાયા
મોરબી સુવિખ્યાત તિર્થધામ, શ્રી ખોખરા હનુમાનજી હરિહરધામ મુકામે કનકેશ્વરી માતાજીના સાનિધ્યમાં આજરોજ ભાવવંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ પ્રકારની સેવા આપનાર કાર્યકતામિત્રોનુ સન્માન કરવામાં આવ્યું હતું.
મોરબી સુવિખ્યાત તિર્થધામ
શ્રી ખોખરા હનુમાનજી હરિહરધામ મુકામે 108 ફૂટ ઊંચી હનુમાનજી મહારાજની પ્રતિમાના અનાવરણ અવસર પર એક માસ પૂર્વ યોજાયેલી શ્રી રામકથામાં વિવિધ સેવા આપી પોતાનું યોગદાન આપનાર સર્વે કાર્યકર્તા – સ્વયંસેવકોનું તેમજ પત્રકારમિત્રોનું હનુમાનજી મહારાજની પ્રતિકૃતિ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.