મોરબી જલારામ મંદિર ખાતે આવતીકાલ થી ઉતરાયણ સુધી દરરોજ સર્વજ્ઞાતિય રાહતદરે ચીકી વિતરણ થશે.
Morbi chakravatnews
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આવતીકાલ તા.૫-૧-૨૦૨૩ સવાર થી સર્વજ્ઞાતિય રાહતદરે ચીકી વિતરણ ના કાર્યક્રમ નુ આયોજન કરવા માં આવેલ છે.
જે અંતર્ગત ડ્રાઈફ્રુટ, કાજુ, બદામ, પિસ્તા ચીકી ૨૫૦ ગ્રામ રૂ.૧૩૦ ના ભાવે ઉપરાંત તલ-સિંગ-દાળીયા સહીત ની વિવિધ જાત ની ચીકી ૫૦૦ ગ્રામ ના રૂ.૬૦ તથા રૂ.૭૦ ના ભાવે તેમજ મમરા ના લાડું નુ રાહતદરે વહેલા તે પહેલા ના ધોરણે વિતરણ કરવા માં આવશે તેમ સંસ્થાએ યાદી માં જણાવ્યુ છે.