મોરબી જિલ્લામાં ૧૯૮૭ વિદ્યાર્થીઓ આજે આપશે ગુજકેટની પરીક્ષા
Morbi chakravatnews
મોરબી જિલ્લામાં ૧૯૮૭ વિદ્યાર્થીઓ આપશે ગુજકેટની પરીક્ષા
આજે રાજ્યભરમાં ગુજકેટ ની પરીક્ષા લેવાશે
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગૃપ એ, બે અને ગ્રૂપ એ.બી.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે
રાજ્યભરમાં ગુજરાત બોર્ડના 1,15,135, CBSE ના 13,570 વિદ્યાર્થીઓ સહિત દેશભરના જુદા જુદા બોર્ડમાં અભ્યાસકર્તા કુલ 1 લાખ 30 હજાર 516 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જીનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(ગુજકેટ) લેવાય છે.
ડિગ્રી એન્જનિયરિંગ અને ફાર્મસીના એડમિશન માટે લેવાતી ગુજકેટની પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે. ડિગ્રી એન્જનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગત વર્ષ 2017થી ગુજકેટ ફરજીયાત કરવામાં આવી છે. રાજ્યભરમાં સવારે 10 થી સાંજના 4 વાગે સુધી આ પરીક્ષા જિલ્લા કક્ષાના કેન્દ્રઓ ખાતે યોજાશે.