Site icon ચક્રવાતNews

મોરબી: થીયેટરોમાં પઠાણ ફિલ્મ રીલીઝ ના કરવા હિન્દુ સંગઠનોની માંગ, ફિલ્મના પોસ્ટર સળગાવી વિરોધ નોંધાવ્યો

મોરબી: હાલમાં બોલિવુડ ફિલ્મ પઠાણનુ એક ગીત રીલીઝ કરવામાં આવ્યું છે જે ગીતમાં ભગવાનુ અપમાન કર્યું હોવાનો મુદો ઉઠાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે મોરબીમાં હિન્દુવાદી સંગઠનો દ્વારા ફિલ્મના પોસ્ટર સળગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની દ્વારા સરકારને અને બધા જ સિનેમા થિયેટરના માલિકોને જણાવવા આવ્યું છે કે જે પઠાણ પિક્ચરમાં જે ભગવા રંગ ધારણ કરીને હિન્દુ સમાજની લાગણી દુભાવવામાં આવી છે તો બધા થિયેટરના માલિકોને ખાસ જણાવવા આવ્યું કે આ પઠાણ પિક્ચર મોરબીના એક પણ થિયેટરમાં ચાલુ કરવામાં ના આવે ચાલુ કરવામાં આવશે તો થિયેટરની નુકસા થશે તેની જવાબદારી ખુદ થિયેટર માલિકની રહેશે.

વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતના હિંદુ સંગઠનોના હોદેદારો અને કાર્યકરો મોરબીના નગર દરવાજા ચોકમાં એકત્ર થયા હતા અને ફિલ્મ પઠાણનો વિરોધ નોંધાવ્યો હતો ફિલ્મ પઠાણના પોસ્ટર કાર્યકરોએ સળગાવી સુત્રોચ્ચાર કર્યા હતા અને ફિલ્મ થીયેટરમાં રીલીઝ ના કરવાની માંગ કરી રહ્યા છે.

Exit mobile version