Site icon ચક્રવાતNews

મોરબી નગરપાલિકા ની જાદુઈ કામગીરી જુના બસ સ્ટેન્ડ પાસે ના રોડ પર રાતોરાત ડામર પથરાયો

નગરપાલિકા દ્વારા રાતોરાત ડામર રોડ બનતા જાદુગર કા જાદુ હાથો કા કમાલ હૈ કરતે હો તુમ કેસે સબ કા સવાલ હૈ

મોરબીના જૂના બસસ્ટેન્ડ પાસે ખરાબ હાલતમાં રહેલા રોડ પર ડામર પાથરી રોડની કામગીરી રાતોરાત નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતા ત્યાંના સ્થાનિક દુકાનદારો પણ આશ્ચર્યમાં ગરકાવ થયા હતા પાલિકાની જાદુઈ કામગીરી મોરબી પાલિકાને અલગ જ લેવલ પર મૂકી દે છે.ભુગર્ભ ગટર ના કામ વખતે તૂટેલા રસ્તાઓ મહિનાઓ સુધી નથી બનતા તો ક્યારેક એક જ રાતમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે છે જો કે સ્થાનિક દુકાનદારોની ખુશી અને આ રોડ કેટલો ટાઈમ થશે તેના પર નિર્ભર રહેવાની છે.

બે-ત્રણ દિવસ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મોરબીની મુલાકાત લીધી હતી જેના એક દિવસ બાદ જ મોરબીના હાર્દસમા અને સતત ટ્રાફિકથી ધમધમતાં જુના બસ સ્ટેન્ડ પાસે નો રોડ ક્ષતિ ગ્રસ્ત હાલતમાં હતો જેને રાતોરાત પાલિકા દ્વારા ડામર પાથરી સુધારી લેવાતા પાલિકાની જેટગતિ ની કામગીરી છે.સ્થાનિક દુકાનદારો આશ્ચર્યચકિત થયા હતા જુના બસસ્ટેન્ડ પાસેના પેટ્રોલ પંપ થી રવીપાન સુધી આ રોડનું સમર કામ પાલિકા દ્વારા કરાયું છે જોકે ટ્રાફિકથી ધમધમતા આ રોડની ગુણવત્તા કેટલી સમય ટકશે તેના પર નિર્ભર છે હાલ તુરત જ રોડનું કામ થતાં તારીખ દુકાનદારોની હાલાકીમાં થી તૂટ્યા છે પરંતુ તેમની સગવડતા અને ખુશી કેટલો સમય ટકશે તે કહેવું મુશ્કેલ છે મોરબી નગરપાલિકા જાદુઈ કામગીરી માટે હંમેશાં ચર્ચામાં રહે છે કેટલા કરોડ મહિલાઓ સુધી જર્જરિત રહ્યા છે તેને રીપેરીંગ કરવા માટે પાલિકાનું પેટનું પાણી પણ હલતું નથી તો ક્યારેક રાતોરાત કામગીરી કરીને લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. એવા ઘણા  દાખલા પણ મોજૂદ છે જેમાં પાલિકા દ્વારા નવા આર.સી.સી રોડ બન્યાના એક બે મહિનાના ગાળામાં તૂટી જતા હોય છે કાંકરા ખરી જતા જોવા મળે છે. મોરબી પાલિકાની કામગીરી મોરબીવાસીઓ તો જાણી શક્યા નથી પરંતુ કદાચ ભગવાન પણ જાણી શક્યા નહીં હોય.

 

Exit mobile version